ભારતમાં લોનનો ખર્ચ ઘણો ઊંચો, વ્યાજદર ઘટાડવાની જરૂરઃ સીતારામણ
ભારતમાં લોનનો ખર્ચ ઘણો ઊંચો, વ્યાજદર ઘટાડવાની જરૂરઃ સીતારામણ
Blog Article
બોલીવૂડમાં જાણીતા નિર્માતા-દિગ્દર્શક આશુતોષ ગોવારીકરને ગોવામાં યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માટે ઈન્ટરનેશનલ જ્યુરીના ચેરમેન પદે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ‘જોધા અકબર’, ‘લગાન’ અને ‘સ્વદેશ’ જેવી ફિલ્મો બનાવનારા આશુતોષ ગોવારિકરે આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરીને કહ્યું કે તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. 20થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આશુતોષ ગોવારીકરે કહ્યું હતું કે, સિનેમા સમયની
ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવાર, 25 નવેમ્બરે એસબીઆઈ કોન્ક્લેવમાં જમાવ્યું હતું કે દેશમાં વ્યાજના દર ઘણા ઉંચા છે અને બેન્કોએ વ્યાજના દર પોસાય તેવા રાખવાની જરૂર છે. અત્યારે જે રેટ ચાલે છે તે લોકોને લોન લેવા માટે પોસાય તેવા નથી.
નીચા વ્યાજદરની હિમાયત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઉદ્યોગો તેમનું રોકાણ વધારે તે જરૂરી છે, જેથી વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકાય. ભારતની આર્થિક વૃદ્ધિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ઘણા લોકો કહે છે કે દેશમાં લોન લેવાનો ખર્ચ બહુ ઊંચો આવે છે. ભારતમાં ઉદ્યોગો રોકાણ વધારે અને પોતાની ક્ષમતામાં વધારો કરે તેવી જરૂરિયાત છે ત્યારે બેન્કના વ્યાજદર વધારે એફોર્ડેબલ હોય તે જરૂરી છે.
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવને અંકુશમાં લેવા માટે વ્યાજદર ઊંચા રાખવાની જરૂર ન હોવાનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે ભાવ વધારો રોકવા માટે સરકાર ફૂડ સપ્લાય પર કન્ટ્રોલના પગલાં લઈ રહી છે. બટાટા, ટામેટા અને ડુંગળીના કારણે પ્રેશર પેદા થાય છે કારણ કે તેના ભાવ ઝડપથી વધે છે. આવી ઝડપથી બગડી જાય તેવી ચીજવસ્તુઓને ખાદ્યાન્ન ફુગાવાનો ભાગ બનાવવી જોઈએ કે નહીં તેની ચર્ચામાં હું પડવા માંગતી નથી. તેમાં સપ્લાય ચેઈનનો જ સવાલ છે કે માંગ અને પૂરવઠાની સમસ્યા છે તે પણ વિચારવું પડશે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે ખાદ્ય પદાર્થોના ભાવના આધારે વ્યાજના દર નક્કી કરવામાં આવે તે યોગ્ય નથી. હાલમાં ફુગાવો 6.2 ટકાનો આંકડો વટાવી ગયો છે ત્યારે મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ડિસેમ્બરમાં વ્યાજ કાપ આવે તેવી શક્યતા ઓછી છે.
સાથે સતત વિકસિત થઈ રહ્યું છે અને આ ઉત્ક્રાંતિને જોવા માટે ફિલ્મ ફેસ્ટિવલ કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા આ પરિવર્તનનું પ્રતીક છે અને તેનો ભાગ બનવાનું મને ગૌરવ છે. હું આ ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર શેખર કપૂર અને IFFI અને NFDC ટીમનો આ વર્ષની આંતરરાષ્ટ્રીય જ્યુરીનો આ અધ્યક્ષતા માટે મારો વિચાર કરવા બદલ આભાર માનું છું. સિનેમાની દુનિયામાં ભાગ લેવો એ મારા માટે એક વિશેષાધિકાર અને આનંદની વાત છે.’ શેખર કપૂરે કહ્યું હતું કે, ‘આશુતોષની ફિલ્મોએ વાર્તા કહેવાના વિશાળ અને વૈવિધ્યસભર સ્વરૂપોને સફળતાપૂર્વક પ્રદર્શિત કર્યા છે.’ માહિતી અને પ્રસારણ મંત્રાલય NFDC અને ESG સાથે મળીને ફેસ્ટિવલની 55મી આવૃત્તિનું આયોજન કર્યું છે.